Project Udaan

Primary School Education Camp – Salun Gam, Nadiad

આજની શાળા એ બાળકો માટે આધુનિક જીવન નો પાયો છે અને તેમના જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે હોય છે.
ટ્રેસ્ના ફાઉન્ડેશને નડિયાદ તાલુકા ના સલુણ ગામ ની વૈદ્ય નો કૂવો પ્રાથમિક શાળા ને દત્તક લીધેલ છે. અમો દ્રઢપણે માનીયે છીએ કે શાળા માં સારું શિક્ષણ, સુંદર વાતાવરણ અને સલામતી હોય તો જ બાળકો ને શાળા એ આવવું ગમે અને તેમનો સર્વાંગી વિકાસ શક્ય બને આ હેતુસર શાળા માં બાલ ક્રિડાંગણ, શાળા ને કલરકામ, લાઈટો, પંખા, ટીવી, પડદા, કમ્પાઉન્ડ વોલ પર શૈક્ષણિક અને રંગબેરંગી ચિત્રો થી સુશોભિત કરી છે. તે સાથે બાળકો ના શૈક્ષણિક વિકાસ માટે સ્કૂલ બેગ, યુનિફોર્મ અને સ્ટેશનરી ની સવલાત પૂરી પાડવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિ. પ્રા. શિ. સાહેબશ્રી કમલેશભાઈ પટેલ,ના.જિ.પ્રા.શિ.સાહેબશ્રી ઉમેશભાઈ માછી, તા. પ્રા. શિ.સાહેબશ્રી આર. આર.પરમાર,ન.તા.પ્રા. શિ.સંઘ પ્રમુખશ્રી,શરણધિરસિંહ ચૌહાણ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.બાળકો ના ચેહરા પર નું સ્મિત જોઈને અમો ને પણ આનંદ ની અનુભૂતિ થઇ.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.