Noble Cause

Brain Development With Extracurricular Activities – Tarapur & Khambhat

ભાલ વિસ્તારમાં અમદાવાદ સ્થિત ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૪ વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના ૨૦ જેટલા ગામડાઓમાં બાળકોના સૈક્ષણિક અને સર્વાંગી હેતુથી બાલ સંસ્કાર કેન્દ્રો ચાલુ કરવામાં આવેલ છે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો કે જેઓ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ રાખી શકતા નથી તેવા બાળકોને શિક્ષણ અને શિક્ષણ સામગ્રી વિનામૂલ્યે પ્રદાન કરીએ છીએ .
બાળકો ફક્ત શિક્ષણ પૂરતું મર્યાદિત ના રહેતા તેમના માં સંસ્કારોનું સિંચન થાય તે માટે બાલમિત્રો દ્વારા જ્ઞાન શીખામણ પીરસવામાં આવે છે દરેક બાળકમાં અદ્રશ્ય શક્તિ તથા આવડત છુપાયેલી હોય છે આ આવડતને બહાર લાવવા માટે તેમને જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે જુદી જીદી ઈતરપ્રવૃતીઑ દ્વારા તેમના મગજનો વિકાસ કરવામાં આવે છે માટીમાંથી કલાકૃતિ, પેપર ઉપર ઓરીગામી વર્ક, રંગપુરણી, પાંદડાઓમાંથી વિવિધ કલાકૃતિ બનાવવી રમત-ગમતો વગેરે પ્રવૃતીઑ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ કરવામાં ટ્રેસના ફાઉન્ડેશન મહત્વનું યોગદાન આપે છે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.