ભારતની મૂળભૂત ધરોહર અને સર્વ ભાષાની જનેતા એવી સંસ્કૃત ભાષા
एषा भाषा प्राचीना चेदपि आधुनिकी, यस्यां गहनं तत्त्वज्ञानम् अस्ति तरुणं काव्यम् अपि अस्ति, या सरलतया अभ्यासयोग्या परं श्रेष्ठदर्शनयुक्ता च, तां संस्कृतभाषाम् अधिकाधिकं जनाः पठेयुः।
ભારતની મૂળભૂત ધરોહર અને સર્વ ભાષાની જનેતા એવી સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાનું માધુર્ય અદ્વિતીય છે.
સંસ્કૃત આપણી પ્રાચીન સાંસ્કૃતિક વારસાના પ્રતીક જેવી આપણી વચ્ચે દિવસે દિવસે સીમિત બનતી જાય છે. પ્રાચીન યુગથી જ સંસ્કૃત ભાષાનો ઉદભવ થયેલો છે તે સાથે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો પણ લગભગ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલા છે. માનવ જીવનને સંસ્કારવાની અમૂલ્ય સામગ્રી સંસ્કૃત ભાષામાં છે.
સંસ્કૃતનું ગરીમા સમજાય તે આશય થી પ્રોજેક્ટ ઉડાન હેઠળ વાસણા ગાર્ડનમાં ચાલી રહેલા શિક્ષણ ક્લાસમાં સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ભાષા શીખવવામાં આવી રહી છે. તે દ્વારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અને સારા સંસ્કારોનું સિચન કરવામાં આવી રહ્યું છે સંસ્કૃત ભાષાને અત્યારના યુવાધન માં જીવંત રાખવા અમારા સ્વયંસેવિકાઓ શ્રીમતી અમીબેન ગોહેલ અને શ્રીમતી રાગીણીબેન ગોવડીયા નો આભાર માનીએ છીએ તેઓ અમારા બાળકોને ઉત્તમ જ્ઞાન પીરસી રહ્યા છે અને પ્રાચીન સંસ્કૃતિ ને ફરીથી જીવંત બનાવી રહ્યા છે.
