બાળક એક જ્યોત છે જેને પેટાવવાની જરૂર હોય છે
શિક્ષણ એ ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. સભ્ય સમાજની અનોખી જરૂરિયાત શિક્ષણ એ માનવતા સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. ટ્રેસ્ના ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકામાં ચાલી રહેલ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં સિંચનના રોપા વાવી રહ્યા છે. અંતરિયાળ ગામોમાં જે બાળકોના માતા પિતા ખેતરોમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય છે તેવા બાળકોને ભણતરની સાથે ઘડતર પ્રદાન કરી એક સંસ્કારી અને ઉત્તમ નાગરિક બનાવવો એ જ અમારું ધ્યેય છે.
