આજના આ આધુનિક યુગમાં કોમ્પ્યુટર શીખવું ખૂબ જરૂરી છે
આજના આ આધુનિક યુગમાં કોમ્પ્યુટર શીખવું ખૂબ જરૂરી છે . કોમ્પ્યુટર હવે ડગલેને પગલે જરૂર પડતું હોય તેવું ઉપકરણ બની ગયું છે. કિશોરીઓ ને ટેકનોલોજી સાથે જોડાવા અને મૂળભૂત જાણકારી માટે અમો એ નવા સત્ર થી કન્યાશાળા ચકલાસી, નડિયાદ ખાતે કોમ્પ્યુટર શિક્ષક રાખીને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન માટે ના ક્લાસ શરૂ કર્યા છે.
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજી જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તેના વિના વિકાસ શક્ય નથી. તે જ ઉદ્દેશ્ય થી કિશોરીઓ ભવિષ્યમાં આ ઝડપી યુગમાં કદમથી કદમ મિલાવીને ચાલી શકે અને તેમના ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો એક પ્રયાસ!
