ગુજરાત રાજ્યના ભાલબારા પ્રદેશના આણંદ જિલ્લાના તારાપુર તાલુકા ના વરસડા અને ખાખસર ગામ માં ટ્રેસ્ના ફાઉન્ડેશને પ્રોજેક્ટ સ્વાભિમાન હેઠળ માસિક થી મેનોપોઝ સુધીની સફર ના કાર્યક્રમ આયોજન કર્યું હતું.
ગુજરાત રાજ્યના ભાલબારા પ્રદેશના આણંદ જિલ્લાના તારાપુર તાલુકા ના વરસડા અને ખાખસર ગામ માં ટ્રેસ્ના ફાઉન્ડેશને પ્રોજેક્ટ સ્વાભિમાન હેઠળ માસિક થી મેનોપોઝ સુધીની સફર ના કાર્યક્રમ આયોજન કર્યું હતું.
અંતરિયાળ ગ્રામીણ જીવનમાં માસિક ને લગતાં પ્રશ્નોને બહુ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવતા નથી. સ્ત્રીઓ અને કિશોરીઓ માટે તેમના જીવનમાં માસિક એ એક મહત્વપૂર્ણ ભાગ ભજવી જાય છે. અને જો તેની સાચી સમજણ ન કેળવાય તો તેનાથી ઘણી સમસ્યાઓ ઉદભવી શકે છે.
આ કાર્યક્રમ દ્વારા માસિક ની શરૂઆત થી લઈને માસિક બંધ થવાની પ્રક્રિયાની સાચી સમજણ પૂરી પાડી હતી. જેમાં ઓડિયો વીડિયો અને વાર્તાલાપ કરીને મહિલાઓ અને કિશોરીઓ ના મનમાં ઉદભવેલા ઘણા પ્રશ્નોને દૂર કર્યા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ થતાં મહિલાઓ અને કિશોરીઓના ચહેરા પરનું સ્મિત અમારા આ કાર્યક્રમને સફળ બનાવી ગયું.