Project Garima

સ્વચ્છતા એ પ્રાથમિકતા, આરોગ્યનો ખજાનો

આપણા જીવનમાં સ્વચ્છતા નું મહત્વ છે. શરીરની તંદુરસ્ત સુખાકારી એ શરીરની સ્વચ્છતા પર આભારી છે. અંતરિયાળ ગામની શાળાઓમાં સારી સ્વચ્છતા અને સારા આરોગ્યના અભાવે બાળકો ને ભણતરમાં અવરોધરૂપ નીવડી રહ્યા છે.
તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એ બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરે છે. આ જ ઉદ્દેશથી પ્રોજેક્ટ ગરીમા હેઠળ વોશરૂમ બનાવ્યા પછી પ્રોજેક્ટ વોશ અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્ય નું જ્ઞાન પીરસી રહ્યા છે.
નડિયાદ તાલુકાની પ્રાથમિક શાળા પ્રતાપપુરા ( હાથજ ), વિજયનગર પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા હાથજની જુની મુવાડી, કન્યાશાળા ચકલાસી, પ્રાથમિક શાળા નવાનગર-1, વાલ્લા પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા કંસારીપુરા માં પ્રોજેક્ટ વોશ નો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. 1123 બાળકોને સ્વસ્થ્ય જીવન શૈલી, સ્વચ્છતા અને સારા આરોગ્યનું મહત્વ વિડીયો વિજ્યુઅલ અને વાર્તાલાપ કરી સમજાવ્યું. સ્વચ્છતા ની જાગૃતિ જે સીધી રીતે શ્રેષ્ઠ આરોગ્યને આભારી છે.
અમારું મિશન તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એ બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરે છે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.