Crochet Work Classes – Vasna
એક સ્ત્રી પોતાની વિભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે પૂર્ણરૂપે સક્ષમ હોય છે. ટ્રેસના ફાઉન્ડેશને આ સનાતન સત્યને સાબિત કરવા માટે અને મહિલાઓમાં રહેલી કાર્યક્ષમતાઓને બહાર લાવવા માટે ક્રોસીઓ (અંકોડી)ના વર્ગ શરુ કર્યા છે.
વાસણા વિસ્તારમાં ચાલી રહેલા ગાર્ડન ક્લાસીસમાં ભણવા આવતા બાળકોની માતાઓ માટે વિનામૂલ્યે અંકોડી ભરતના વર્ગ શરુ કર્યા છે. જેમાં શ્રીમતી ગૌરી થાપર (અંકોડી ભરતના નિષ્ણાંત) મહિલાઓને દોરા, સોય જેવી જરૂરી સાધન સામગ્રીઓ આપે છે, અને તેમને અલગ અલગ સાઈઝના ટી કોસ્ટર, પ્લેટ કોસ્ટર, પર્સ, ટેબલ મેટ, ટોપી જેવી અવનવી વસ્તુઓ બનાવતા શીખવાડે છે. તાલીમ લીધા બાદ બનાવેલ વસ્તુઓ માટે મહિલાઓને તેમની મહેનતનું વળતર પણ ચૂકવવામાં આવે છે.
આમ રાષ્ટ્રને સશક્ત બનાવવાના એક ભાગરૂપે મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો અમારો પ્રયાસ.
