Project Udaan

NMMS – TRESNA

ભવિષ્યનું ભારત ઘડવાનો એક અનોખો પ્રયાસ
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને એન.એમ.એમ.એસ.યોજના અંતર્ગત દર મહિને એક હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
N.M.M.S. પરીક્ષા આપી મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજના દ્વારા કુલ 4 વર્ષ માટે કુલ ₹48,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
વધુમાં વધુ વિદ્યાર્થીઓ એન.એમ.એમ.એસ. યોજનાનો લાભ મેળવી શકે એ માટે #tresnafoundation નડિયાદ તાલુકાના ચકલાસી ગામના અલગ અલગ પરાવિસ્તારની શાળાઓમાં N.M.M.S. પરીક્ષાની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને પુસ્તક વિતરણ ની સાથે જ નિષ્ણાત શિક્ષકો દ્વારા પરીક્ષાની તૈયારીઓ પણ કરાવે છે.
વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય ઘડતર માટેના #tresnafoundation ના આ અથાગ પ્રયત્નોને આજે સફળતા મળી જ્યારે આ વિસ્તારના ત્રણ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મેળવ્યું છે.
મેરિટમાં સ્થાન પામનાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.
.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.