દરેક મહિલાઓ અને કિશોરીઓને માસિક ને સન્માન અને સ્વચ્છતાથી વંચિત રાખવામાં આવે છે.
દરેક મહિલાઓ અને કિશોરીઓને માસિક ને સન્માન અને સ્વચ્છતાથી વંચિત રાખવામાં આવે છે. માસિક સંબંધિત કાળજી ની વાત કરવામાં આવે તો મહિલાઓને સામાજિક અને આર્થિક પરિબળ મહત્વનો ભાગ ભજવી જતા હોય છે. જેના કારણે તેમને ભવિષ્યમાં કેટલાક આરોગ્ય લક્ષી સમસ્યા માંથી પસાર થવું પડે છે. માસિક દરમિયાન સ્વચ્છતા ના અભાવે ગર્ભાશયમાં આંતરિક ઇન્ફેક્શન થઈ શકે છે તેની સાથે ઘણી વખત પેઢા માં કે અંદરની નળીઓમાં પણ નુકસાન થતું હોય છે. સ્વચ્છતાના અભાવે શરૂઆતમાં લાગતી તકલીફ ભવિષ્યમાં મોટી તકલીફમાં પરિવર્તિત થઇ શકે છે. ખરાબ ગુણવત્તાવાળા કપડા અથવા ચોક્કસ સમયાંતરે પેડ બદલવામાં ન આવે તો ઇન્ફેક્શન જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ઘણી વખત મહિલાઓ ને માસિક સમયે સ્વચ્છતા ના અભાવે કેન્સરનું જોખમ પણ થઈ શકે છે. આ સાથે મહિલાઓને અને કિશોરીને માસિક અંગે પૂરતી સમજણ અને સમાજમાં પ્રવર્તતી ગેર માન્યતા ને લીધે પણ મુશ્કેલી સર્જાતી હોય છે.
મહિલાઓ અને કિશોરીઓમાં માસિકને લઈને આરોગ્યલક્ષી સમસ્યાઓ ના સર્જાય તે માટે માસિક દરમિયાન સંપૂર્ણ કાળજી લેવી બહુ જરૂરી છે. જેમાં સમયાંતરે પેડ અથવા કપડાં બદલવા જોઈએ. શરીરના અંગોને સ્વચ્છ રાખવા જોઈએ. કિશોરીઓમાં હવે આઠ થી નવ વર્ષમાં માસિક આવી જતું હોય છે તો તેમને માસિક અંગે નું પ્રાથમિક કક્ષાએથી તેનું જ્ઞાન આપવું જોઈએ. તેની સાથે સમાજે પણ માસિકને પવિત્ર સમજીને સન્માનપૂર્વક તેની વાતચીત કરવી જોઈએ જેથી મહિલાઓને અને કિશોરીઓ જ્યારે માસિકમાં આવે ત્યારે વિના સંકોચે અને સ્પષ્ટપણે માસિક ને લગતા પ્રશ્નો હોય તો તેની વાતચીત કરી શકે અને તેનું નિવારણ લાવી ભવિષ્યને સુરક્ષિત કરી શકે.
